વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા ફરી માંગ ઉઠી, નવરાત્રી મહોત્સવમા વિવિઘ બેનરો સાથે પ્રદર્શન યોજાયું

0
119

PIYUSH GAJJAR – VIRAMGAM

 

વિરમગામ શહેરના અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં વિવિઘ મહોલ્લા, શેરીઓમાં, સોસાયટી ઓ સહિત જગ્યા ઓએ નવલી નવરાત્રીમા જગદંબાની આરાઘના કરવામાં આવી રહી છે. ત્યારે વિરમગામ શહેરના શ્રાવકની શેઠફળી વિસ્તારમાં વિરંગામને જિલ્લાનો દરજ્જો મળે તે માટે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમા નવરાત્રી મહોત્સવમાં વેશભૂષા દરમ્યાન વિરમગામ જિલ્લા આયોજન સમિતિ દ્વારા જિલ્લાનો દરજ્જો આપવા વિવિઘ બેનરો સાથે પ્રદર્શન યોજાયું હતું.

જેમાં “દિવસ અને રાત નહીં જિલ્લા સિવાય વાત નહી”, “વિરમગામને જિલ્લાનુ સપનું સાકાર કરો”, “વિકાસ કરીશું કહીને વિનાશ પંથકમાં લઇ ગયા મારા હાળા છેતરી ગયા”, “અડીખમ નહી ખાલીખમ” અને “ખખડધજ વિરમગામ” સહિત ના વિવિઘ બેનરો સાથે પ્રદર્શન કરી સ્થાનિકો ગરબે ઘૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે

વિરમગામ શહેર જાગૃત નાગરીકોની યુવા શક્તિ ગૃપ અને જિલ્લા આયોજન સમિતિ કન્વીનરો દ્વારા શહેરના વિકાસ માટે અને વિરમગામને જિલ્લાના દરજ્જો મળે તે માટે છેલ્લા ૬ મહિનાથી રેલી આંદોલન કરી રહ્યા છે. આ શહેરના વિકાસ માટે અનેક વાર ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજુઆત કરવા છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતા  વિરમગામના વિકાસ માટે આ સમિતિ ગૌરવ શાહ, આશીષ ગુપ્તા, રણછોડ જાદવ, પ્રતિક ડગલી, ગોપાલ ઠાકર, વિજયસિંહ ચાવડા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજી વિરોઘ નોંઘાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here