વિરમગામમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ પર નવરાત્રીના ગરબા ગાવામાં આવ્યા

0
97
NILKANTH VASUKIYA – VIRAMGAM
– બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવા માટે નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરાઇ 
 
 
સામાન્ય રીતે નવરાત્રી દરમ્યાન સોસાયટી કે મહોલ્લાઓમાં ગરબા ગાવામાં આવતા હોય છે પરંતુ વિરમગામમાં આવેલ નીલકંઠ રો બંગ્લોઝના રહીશોએ અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરી હતી. નીલકંઠ રો બંગ્લોઝના રહીશો દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર રાત્રીની ઉજવણી કરવામાં આવી હતી અને બેટી બચાવોનો સંદેશવાળા ગીત પર ગરબા ગાઇને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનોદભાઇ વાળંદ, દર્શિતભાઇ ડાભી, અનિલભાઇ માવાણી, જીજ્ઞેશ માધવાચાર્ય, નીલકંઠ વાસુકિયા સહીત સોસાયટીના રહીશોએ જહેમત ઉઠાવી હતી.
બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ગરબાનું આયોજન કરવા અંગે વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝના રહીશઓએ જણાવ્યુ હતુ કે, અમારી સોસાયટીમાં દિકરા-દિકરી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખવામાં આવતો નથી. દિકરો દિકરી એક સમાન જ છે. દિકરીને પણ જન્મવાનો અધિકાર છે. દિકરીની ભૃણમાં હત્યા કરવી એ મહાપાપ છે. ભારતવર્ષની સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી માનવામાં આવે છે. બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવાના ઉમદા હેતુથી નીલકંઠ રો બંગ્લોઝના રહીશો દ્વારા બેટી બચાવો બેટી બઢાવો થીમ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આજની દિકરીઓ પણ દિકરા સમોવડી છે. દિકરીઓની ઘટતી જતી સંખ્યાએ ચિંતાજનક બાબત છે. સૌ કોઇ એ સાથે મળીને દિકરીઓને બચાવવી જોઇએ અને દિકરીઓને પણ ઉત્તમ શિક્ષણ આપવું જોઇએ.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સુપરવાઇઝર કે.એમ.મકવાણાએ જણાવ્યુ હતુ કે, વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝના રહીશોએ બેટી બચાવો બેટી પઢાવો થીમ પર નવરાત્રીમાં ગરબાનું આયોજન કરીને પ્રશંસનિય કામગારી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here