વિરમગામમાં સ્વ.નાગરભાઇ વડગામા (ગજ્જર) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે “શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી” યોજાઇ

0
249

અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના પ્રમુખ અને જાણીતા પત્રકાર પિયુષ ગજ્જરના પિતાજી સ્વ.નાગરભાઇ જગજીવભાઇ વડગામા (ગજ્જર) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિરમગામ ખાતે ” શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામના ઇન્દ્ર રેસીડેન્સી ખાતે આયોજીત” શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી” કાર્યક્રમમાં ગોપાલ સાધુ, પ્રકાશ ગોહિલ, નરેશદાન કેશરીયા, દશરથ ઠાકોર સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે ભજન સંતવાણી રજુ કરવામાં આવ્યો હતો. સમસ્ત વડગામા પરીવારના આમંત્રણથી મોટી સંખ્યામાં ભજનપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા અને સંતવાણીનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here