વિરમગામ અને દેત્રોજ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરીણામ જાહેર, વિજેતા સરપંચ – સભ્યોમાં ઉત્સાહનો માહોલ

0
435

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

8 એપ્રિલ ના રોજ રાજ્ય મા ગ્રામ પંચાયત ની સામાન્ય અને પેટાચૂંટણીમાં યોજાઇ હતી. જેનું પરીણામ 11 એપ્રિલ મંગળવારના રોજ વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી ના પરીણામ જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં વિરમગામ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણી પરીણામમાં જેતાપર – લીલાબેન વાલોદરા, ખેંગારીયા – જ્યોત્સનાબેન કો. પટેલ, થોરીથાંભા – જાયાભાઇ સોલંકી, ખુડદ – હંસાબેન ઠાકોર સરપંચ, દેવપુરા – દક્ષાબેન પટેલ સરપંચ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા જ્યારે અમદાવાદ જિલ્લાના દેત્રોજના દેત્રોજ તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં કાંઝ ગામમાં નયનાબેન રતનસિંહ ઝાલા ૫૧૭ મતે સરપંચ પદે, અશોકનગર ગામમાં તરૂણાબેન કિરીટકુમાર પટેલ ૮૦૯ મતે સરપંચ પદે, ઘેલડા ગામે વોર્ડ નં ૪ માં ક્રિષ્ણાબેન શંભુભાઇ પટેલ ૭૧ મતે સભ્ય પદે, વોર્ડ નં ૬ માં જીવણભાઇ છગનભાઇ નાડીયા ૬૯ મતે સભ્ય પદે વિજય, જીવાપુરા ગામે વોર્ડ નં ૬ માં કાળાભાઇ ઇશ્વરભાઇ પરમાર ૫૭ મતે સભ્ય પદે, સુંવાળા ગામે વોર્ડ નં ૯ માં લલિતાબેન ભરતભાઇ પટેલ ૧૨૮ મતે  સભ્યપદે, શિહોર ગામે વોર્ડ નં ૬ માં જયાબેન જશવંતસિંહ ઝાલા ૪૮ મતે સભ્ય પદે વિજય જાહેર કરવામાં આવ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here