વિરમગામ કમીજલાની ADC બેન્કના ક્લાર્ક દિનેશ ભરવાડની ફરજ પર બેદરકારીને લઇને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવા બેન્કના ચીફ ઓફિસરને લેખીતમાં રજુઆત

0
107

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ નળકાંઠાના કમીજલા ખાતે કાર્યરત અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.બેન્ક (એ.ડી.સી.) ના ક્લાર્ક દિનેશ ભરવાડ છેલ્લા ઘણાં સમયથી કામમાં બેદરકારી તેમજ ગેરહાજરીને લઇને તેમજ બેન્કના ગ્રાહકો અને ખેડુતો સાથે ઓરમાયું વર્તનને લઇને કમીજલાના અને કમીજલા સેવા સહકારી મંડળીના સભ્ય કાનજીભાઇ તળસીભાઇ પારકર તેમજ સભાસદોએ કમીજલા મેનેજર એ.ડી.સી બેન્ક અને અમદાવાદ ખાતે આશ્રમ રોડ પર આવેલ ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવ્યું છેકે દિનેશ ભરવાડ જ્યાંરથી કમીજલા બેન્કમા ફરજ બજાવે છે. ત્યારથી બેન્કના ગ્રાહકો અને ખેડુતો સાથે દિનેશ ભાઇ બિભત્સ વર્તન કરે છે. તેમજ ગામના અજાણ્યા લોકોને વઘારે હેરાન કરે છે, તેમજ ખેડુતોના ચેકો ફેંકી દેવા ઉપરાંત આ બેદરકારી બાબતે કોઈ રજુઆત કરેતો દિનેશ ભરવાડ તમારે અમદાવાદ અને દિલ્હી સુધી જવાની છુટ છે મારુ કોઇ બગાડી લેવાનું નથી આવી ઘમકીઓ આપે છે. ઉપર્યુક્ત ક્લાર્ક દિનેશ ભરવાડની બેદરકારીને લઇને દિનેશ ભરવાડને ફરજમાંથી તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે ગામના કાનજીભાઇ તળસીભાઇ પારકર તેમજ મંડળીના સભાસદો ઉચ્ચકક્ષાએ લેખીતમા રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here