વિરમગામ ખાતે ધન્વતંરી જયેતિએ રાષ્ટ્રીય આયુર્વેદ દિનની ઉજવણી કરવામાં આવી

0
397

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA VIRAMGAM

આયુર્વેદિક દવાખાનુ ઘોડા તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે ડાયાબીટીસ શિબીર, રેલી યોજાઇ. આયુર્વેદિક દવાખાનું ઘોડા તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે ધન્વતંરી  જયંતિએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામથી  આયુર્વેદ તથા ડાયાબીટીશની જાણકારી આપતી શિબીર તથા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ડાયાબિટીશ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.કોમલ કટારા,હોમીયોપેથિક મેડિકલ ઓફિસર ડો.હિરેન ચાવડા, ડો.સુકેતુ બ્રહ્મભટ્ટ, ડો.પ્રણીકા મોદી, ડો.દક્ષેશ પટેલ, ડો.ધારા સુપેડા,ડો.કીરણ પંચાલ, ડો.હર્ષા સાહુ, ગૌરીબેન મકવાણા,એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.navi-diwali

ડાયાબિટીશ વિશે સમજ આપતા આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.કોમલ કટારાએ જણાવ્યુ હતુ કે, આયુર્વેદ સિધ્ધાંત પ્રમાણે રોગ થાય એ પહેલા જ તેને રોકવો અથવા રોગ ન થાય તે માટે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે જીવનશૈલીમાં જો થોડો બદલાવ લાવવામાં આવે તો ડાયાબીટીશ રોગથી બચી શકાય છે. તે પ્રમાણે યોગ, કસરત અને થોડી આયુર્વેદીક દવાઓનું નિયમીત સેવન કરવામાં આવે તો ડાયાબીટીશ રોગથી તેમજ તેનાથી થતી આડઅસરથી બચી શકાય છે. આય્રેવદ ને જાણો અને સ્વસ્થ્ય જીવન માણો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here