વિરમગામ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રીએ સોકલી ગામ પાસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી, ₹ 1.38 લાખના દારૂના જથ્થા સહિત ₹ 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : આરોપી ફરાર

0
426
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
 
આજ રોજ પોસઈ જે.ડી.ઝાલા તથા પો.કો. તેજદિપસિંહ તથા પો.કો. જયદીપસિંહ તથા હે.કો. નરેશભાઈ તથા હે.કો. સુરેશભાઈ અને વિરમગામ રૂરલ પોલીસેના માણસો નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. ચેહરભાઈનાઓને બાતમી મળેલ કે એક સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ભરી દોલતપુરા થી અમદાવાદ તરફ જાય છે જે હકીકત આધારે હાંસલપુર ચોકડીથી સદર બાતમી વાળી ગાડી નીકળતા ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી સોકલી નર્મદા કેનાલ પાસે રોડ બ્લોક કરાવતા સદર ગાડીના ચાલકે ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી, ગાડીમાંથી બે માણસો અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ખેતરમાં થઈ નાસી ગયેલ જે ગાડી ચેક કરતા સ્કોર્પિયો ગાડીમાંથી જુદીજુદી માર્કાની વિદેશી દારૂની બોટલ નંગ 276 કિંમત ₹ 1,38,000/- નો મુદ્દામાલ મળી આવેલ તથા સ્કોર્પિયો ગાડીની કિંમત ₹ 400000/- મળી કુલ કિંમત ₹ 5,38,000/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે જે બાબતે પો.કો જયદીપસિંહએ કાયદેસર તપાસ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here