વિરમગામ તાલુકાના આશા બહેનોને દૈનિક કાર્યની નોંધ માટે આશા ડાયરીનું વિતરણ કરાયુ

0
242

VANDANA VASUKIYA – VIRAMGAM

 

 

– આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા આશા બહેનોની દૈનિક કાર્ય માટેની રોજનીશી (આશા ડાયરી) તૈયાર કરવામાં આવેલ છે

– ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સારૂ આરોગ્ય પ્રાપ્ત થાય અને તેમને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે “આશા”ની કામગીરી અગત્યની છે.

ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સારૂ આરોગ્ય પ્રાપ્ત થાય અને તેમને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે “આશા”ની કામગીરી અગત્યની છે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયકના માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવેલ આશા બહેનોની દૈનિક કાર્ય માટેની રોજનીશી (આશા ડાયરી)નું વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારના ગામમાં આરોગ્ય વિષયક સેવાઓ આપતા આશા બહેનોને વિતરણ કરવામાં આવ્યુ છે. આ ડાયરીમાં આશા બહેનો પોતે કરેલા દૈનિક આરોગ્ય વિષયક કામગીરીની નોંધ કરશે.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આશા બહેનોની ભુમિકા ખુબ જ અગત્યની છે. આશા બહેનોએ ગામના લોકો અને આરોગ્ય સેવાઓ વચ્ચે સેતુરૂપ બનવુ, પોતાના ગામના બધા જ લોકો જાહેર આરોગ્યના તમામ કાર્યક્રમમાં ભાગ લે તેની તકેદારી રાખવી, ગામના લોકોને આરોગ્યની લગતી જરૂરીયાત ઉભી થાય ત્યારે હાજર રહેવુ, લોકોમાં આરોગ્યને લગતી જાગૃતિ ઉભી કરવી અને લોકોને સ્થાનિક આરોગ્યને લગતા આયોજન કરવા તથા ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા લોકોને પ્રોત્સાહીત કરવા જોઇએ. આ ઉપરાંત આરોગ્ય, પોષણ, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા, આરોગ્યપ્રદ આદતો જેવી આરોગ્ય પર અસર કરતી બાબતો અંગે લોકોને જાણકારી પુરી પાડવી જોઇએ. મહિલાઓને ગર્ભાવસ્થાની તૈયારીઓ, સુરક્ષીત પ્રસુતિનું મહત્વ, નવજાત શિશુની સંભાળ, સ્તનપાન અને પૂરક પોષણ, રસીકરણ, ગર્ભનિરોધક સાધનો, જાતિય રોગ સામે લેવા જેવી જરૂરી કાળજી, બાળ માંદગી અને બાળ ઉછેર વગેરે અંગે સલાહ સમજ આપવી તથા પરામર્શ કરવો. આશા તરીકેના શ્રેષ્ઠ અને આગોતરા આયોજન માટે તેમજ અનુભવો તથા વિચારો લખવા માટે તથા અન્ય સંદર્ભ નોંધ રાખવા માટે આશા બહેનોને આશા ડાયરી આપવામાં આવેલ છે, જે અત્યંત મદદરૂપ થશે.

વિરમગામ તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર જી.એન. મકવાણાએ જણાવ્યુ હતુ કે, આશા બહેનોનોને આપવામાં આવેલ આશા ડાયરીમાં વર્ષ ૨૦૧૮/૧૯નું વાર્ષિક આયોજન, જિલ્લા પંચાયત અમદાવાદના અધિકારીઆના સંપર્ક નંબર, તાલુકા અધિકારીઓના સંપર્ક નંબર, અમદાવાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના સંપર્ક નંબર, જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ, જનની સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાળસખા યોજના, રાષ્ટ્રીય પરીવાર નિયોજન, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, દિકરી યોજના, રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, કસ્તુરબા પોષણ સહાય યોજના, મમતા સખી, કુપોષણ મુક્ત ગુજરાત મહા અભિયાન, મમતા ઘર, અટલ સ્નેહ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાન, મુખ્યમંત્રી અમૃતમ યોજના સહિતની વિવિધ આરોગ્ય વિષયક યોજનાઓ અંગે માહીતી આપવામાં આવેલ છે. જે આશા બહેનોને ખુબ જ મદદરૂપ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here