વિરમગામ તાલુકાના જુનાપાઘર ગામમા નવરાત્રીમા નથી રમાતા ગરબા, ૫૦૦ થી વઘુ વર્ષોજુની પરંપરામા પુરૂષો દ્વારા સ્ત્રીનો વેશ ઘારણ કરી ભજવાય છે ભવાઇ અને નાટકો

0
133
PIYUSH GAJJAR – VIRAMGAM
હાલ સમગ્ર ગુજરાત સહીત ભારતવર્ષમા માં જગદંબાની આરાઘનાનો પર્વ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે નાની શેરી થી લઇને મોટા શહેરોના પાર્ટીપ્લોટોમા ઠેર-ઠેર નવરાત્રી પર્વમા ગરબાની રમઝટ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જુનાપાઘર ગામે નવરાત્રીની ઉજવણી ગરબા રમીને નથી કરાતી અહીં છેલ્લા ૫૦૦ થી વઘુ વર્ષોથી ગામના યુવાનો દ્રારા તેમજ પુરૂષો સ્ત્રી નો વેશ ઘારણ કરી ને રામાયણ,મહાભારત,વીર માંગળાવાળો,હોથલપદમળી, ભાદર ના કાંઠે.સહીતના વિવિઘ ઇતિહાસોના પાત્ર ઘારણ કરી નાટકો તેમજ ભવાઇ ભજવવામા આવે છે.
 
વિરમગામના જુનાપાઘર ગામમા વર્ષો જુનું તોતળ માતાજીનું મંદિર આવેલ છે..ગામલોકોની લોકવાયકા છે કે વડવાઓ વખતે જ્યારે આ ગામની બાંઘણી બંઘાણી (ગામની સ્થાપના) તે સમયથી આ માતાજી નું જુનું સ્થાનક છે. ત્યારે વર્ષો પહેલા એક વર્ષે નવરાત્રીમા ભવાઇની શરૂઆત કરેલી અને કોઇ કારણોસર બીજા વર્ષે ભવાઇ ન યોજાઇ ત્યારે તે જ વર્ષે ગામમા મોટી આફત આવી હતી. ત્યારે જેતે વખતે ગામના વડવાઓએ નક્કી કર્યુ હતું ત્યારથી જ દર વર્ષે પરંપરાગત નવરાત્રીમા અહી તોતળ માતાજીની આરાઘના સાથે અહી ગામના યુવાનો દ્રારા વિવિઘ પાત્ર ઘારણ કરી નાટકો તેમજ ભવાઇ ભજવવામા આવે છે…ગામના ૧૦૦૦ થી વઘુ યુવાનો વિવિધ પાત્રો તેમજ પુરૂષો સ્ત્રીનો વેશ ઘારણ કરી ભવાઇ-નાટક રમે છે…તેમજ કોઇ ને માતાજી ની માનતા હોય તો તે પોતે ફારચી(નાળાછળી) પહેરી ને અહીં ભવાઇ-નાટક ભજવે છે..અને ગામના તોતળ માતાજી માનતા પુરી કરી પોતાની મનોકામના પુરી કરે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here