વિરમગામ તાલુકાના મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર કે. એમ. મકવાણાનો યોજાયો વિદાય સમારંભ

0
121
– કે. એમ. મકવાણાએ ૩૬ વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં અમૂલ્ય સેવાઓ 
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) તરીકે ફરજ બજાવતા કે એમ મકવાણા તારીખઃ-૩૧/૧૨/૧૯ના રોજ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે યોજાયો હતો. તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) કે. એમ. મકવાણાએ ૩૬ વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવીને અનેક લોકોને આરોગ્ય વિષય માહિતી તથા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. વિદાય સમારંભમાં જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડીઆઇઇસીઓ સી.યુ. ઠાકોર સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) તરીકે નિવૃત થયેલ કે એમ મકવાણાએ વિવિધ સ્થાનો પર લોકોને સતત આરોગ્ય શિક્ષણ આપ્યુ હતુ. વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર(મ.પ.હે.સુ) તરીકે ફરજ બજાવતા કે એમ મકવાણા તારીખઃ-૩૧/૧૨/૧૯ના રોજ વય નિવૃત થયા હતા. સતત હસતા અને મિલનસાર સ્વભાવના કે.એમ. મકવાણા વિરમગામ તાલુકામાં સતત લોક સંપર્કમાં રહી કુટુંબ કલ્યાણ ઓપરેશન, રસીકરણ, કેન્સર સહાય, મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ સહિત આરોગ્ય વિષયક માહિતી છેવાડાના માનવી સુધી પહોચાડવા પ્રયત્નશીલ રહેતા હતા. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજીત તાલુકા મપહેસુ કે.એમ.મકવાણાના વિદાય સમારંભમાં અધિકારી કર્મચારીઓએ તેઓને નિવૃતિ બાદ પણ સમાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here