વિરમગામ તાલુકાના મેલજ ગામમાં સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી

0
11

VANDANA VASUKIYA – VIRGAM

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્યમાન ભારત કાર્યક્રમને લાઈવ નિહાળ્યો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તા.૧૪/૦૪/૨૦૧૮ ને શનિવારે વિરમગામ તાલુકાના મેલજ ગામે ડો.બાબા સાહેબની ૧૨૭ મી જન્મ જ્યંતી કાર્યક્રમ અંતર્ગત સામાજિક ન્યાય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ અને પ્રદેશ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ શભૂનાથજી ટૂંડિયા, પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, વિરમગામ પ્રાંત ઓફિસર વાળા સાહેબ, ભાજપના મંડલ પ્રમુખ પુસ્કરભાઈ સાધુ, મહામંત્રી કિરીટસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ જાહિરુબેન સીદાની, મેલજ સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્યમાન ભારત કાર્યક્રમને લાઈવ પ્રસારણ જોવાનો કાર્યક્રમ યોજાયો હતો. નાના મોટા સૌ કોઈ એ મંત્રમુગ્ધ બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્યમાન ભારત કાર્યક્રમને લાઈવ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here