વિરમગામ તાલુકાના વણી ગામ ના સરપંચ ને મારી નાંખવાની ઘમકી સાથે ના ચેતવણી વાળા ગામમાં પોસ્ટર લગાવતાં ચકચાર !!!

0
587
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR VIRAMGAM
હાલમાં ગ્રામ પંચાયત ની ચૂંટણીનો ઘમઘમાટ શરૂ થઇ ત્યારે ગામમાં આંતરીક જુથવાદ ના લીધે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તકરાર જોવાં મળતી હોય છે. 
 
ત્યારે વિરમગામ તાલુકા ના વણી ગામમાં હાલના સરપંચ સિંઘવ નાથાભાઈ હરીભાઈ ને જાહેર માં મર્ડર કરી નાખવાની ઘમકી 
 કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ગામમાં પોસ્ટરો લગાવીને ગામના હાલના સરપંચ નાથાભાઇ સિંઘવ ને મારી નાખવાની ધમકી આપી છે..
આ ઘમકી ભર્યા પોસ્ટર મા લખ્યું છે કે તમે આ વખતે ગ્રામપંચાયત ની ચૂંટણીમાં સરપંચ નુ ફોર્મ ભરવા જતાં તમારાં હાથ પગ ભાંગી નાખીશું અને ચૂંટણીના દિવસે તમારૂં  અને તમારાં છોકરાં નું મર્ડર કરી નાખીશું 
 
 
આ સરપંચ  અગાઉ પણ આવી ઘાક  ઘમકી અપાઇ હતી.જેને પગલે અગાઉ પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંઘાઈ હતી અને પોલીસ પ્રોટક્શન પણ માગ્યું હતું.અસામાજીક તત્વો દ્વારા ઘમકી મળતાં સિંઘવ નાથાભાઇ
હરીભાઈ એ વિરમગામ ગ્રામ્ય પોલીસ મા અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંઘાવી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here