વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાયુ

0
91

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

– પ્રથમ તબક્કાની વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી.
– વિરમગામ તાલુકામાં ૪૫ હજારથી વધુ ઘરોમાં ૨ લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ ઉદેશ્યને સાકાર કરવા વર્ષ ૨૦૧૭થી ઝુંબેશ શરૂ કરેલ છે. જેના ભાગ રૂપે ક્ષેત્રીય કક્ષાએ રોગ અટકાયત અને નિયંત્રણની તમામ પ્રવૃતિઓ અસરકારક રીતે અમલ કરવાની જરૂર છે. ગત વર્ષે હાઉસ ટુ ઙાઉસ સર્વેના બે રાઉન્ડ એપ્રિલ અને સપ્ટેમ્બર માસમાં અમલ કરવામાં આવેલ હતા. જેના પરીણામ સ્વરૂપે મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના ફેલાવા પર અંકુશ રાખી શકેલ હતા. વર્ષ ૨૦૧૮માં મેલેરીયા ઉન્નમુલન માટેના પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય તે હેતુથી સર્વેલન્સ અને વાહક નિયંત્રણ કામગીરીનો હાઉસ ટુ હાઉસના પ્રથમ તબક્કાની વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વિરમગામ તાલુકામાં વિવિધ ગામના ૪૦ હજારથી વધુ ઘરોમાં ૨ લાખથી વધુ લોકોનું આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધરે ઘરે જઇને સર્વેલન્સ કરવામાં આવશે. આ સર્વેલન્સ કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, વિવિધ પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬થી મેલેરીયા ઉન્નમુલન અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યને મેલેરીયા ઉન્નમુલન માટેનો લક્ષાંક વર્ષ ૨૦૨૨ સુધીમાં હાંસલ કરવા સુચન કરેલ છે. વાહકજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણની કામગીરીને રાષ્ટ્રીયકક્ષાએ અગ્રીમતા આપવામાં આવી રહેલ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેલેરીયાનું પ્રમાણ ઘટેલ છે પરંતુ તેની નાબુદી માટે સઘન પ્રયત્નો જરૂરી છે. ગત વર્ષે હાઉસ ટુ ઙાઉસ સર્વેના બે રાઉન્ડ એપ્રિલ અને સપ્ટેમ્બર માસમાં અમલ કરવામાં આવેલ હતા. જેના પરીણામ સ્વરૂપે મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના ફેલાવા પર અંકુશ રાખી શકેલ હતા. પ્રથમ રાઉન્ડ અંતર્ગત વિરમગામ તાલુકા સહિત રાજ્યભરમાં ૦૨/૦૪/૧૮ થી ૦૭/૦૪/૧૮ સુધી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કામગારી હાથ ધરવામાં આવેલ છે. વિરમગામ તાલુકામાં ૪૫ હજારથી વધુ ઘરો અને ૨ લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here