વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા

0
36

 

  • પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૨ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને અરક્ષીત બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે.

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષના કુલ ૨૯ હજાર થી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયો રોગ સામે રક્ષીત કરવામાં આવ્યા હતા. વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલીયો અભિયાનનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરમગામ નગર પાલીકાના કાઉન્સિલર દિલીપભાઇ ધાધલ, નિલેશભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા અને બાળકોને પોલીયો પીવડાવ્યો હતો. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૨ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલીયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે ડો.ગીતાંજલીબેન બોરાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આયુષ મેડીકલ ઓફિસરો, RBSK મેડીકલ ઓફિસરો, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ શહેર અને તાલુકાના ૬૭ ગામ તથા પરા વિસ્તારમાં રહેલા ૦ થી ૫ વર્ષના કુલ ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને પોલીયોના રોગ સામે રક્ષણ આપવામાં આવ્યુ હતુ. તાલુકાના તમામ ગામમાં કુલ ૧૫૩ પોલીયો બુથ બનાવવામાં આવ્યા હતા અને ૧૧ મોબાઇલ ટીમ તથા ૮ ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલીયો અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યુ છે.  વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસની ટીમ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર સહિત કુલ ૨૮ સુપરવાઇઝરો દ્વારા પોલીયો અભિયાનની કામગીરીનું સુપરવીઝન કરવામાં આવી રહ્યુ છે. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે કુલ ૨૮૨ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલીયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here