વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ 15 – થોરીથાંભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા

0
206

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

વિરમગામ તાલુકા પંચાયતની અગાઉ બે વખત તાલુકા સદસ્યના કુદરતી મોત નીપજતાં તાલુકા ની 15-થોરીથાંભા બેઠક મા ખાલી પડેલ, અગાઉ પહેલી વાર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ઘારશીભાઇ ઘરમશીભાઇ કો.પટેલ જે 925 મતે વિજેતા થયાં હતાં. તેઓના કુદરતી મોત નીપજતાં તાલુકાની બેઠક ખાલી પડી હતી ત્યારે આ પેટા ચૂંટણી યોજાતા માંથી વર્ષોથી બાદ ભાજપે આ બેઠક પર જીત મેળવીને વાઘજીભાઈ ચેહરભાઇ કો.પટેલ તેઓ 16 મતે વિજયી થયા હતા તેઓનું પણ કુદરતી મોત નીપજતાં ફરી એકવાર આ બેઠક ખાલી પડી છે ત્યાંરે ચૂંટણીપંચ દ્વારા આગામી 11 જુનના રોજ પેટાચૂંટણી હાથ ઘરાઇ છે. જેના માટે થોરીથાંભા ગામના ઉમેદવારોએ આજરોજ સૌપ્રથમ ભાજના ઉમેદવારો  કો.પટેલ છનાભાઇ હીરજીભાઇ તેમજ ડમી ફોર્મ માટે કો.પટેલ ઘારશીભાઇ તરસંગભાઇ પોતાના ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આજ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કો.પટેલ ભાઈલાલભાઈ શંકરભાઈ તેમજ ડમી ફોર્મમાં કો.પટેલ ચંચળબેન ઘારશીભાઇએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને  29 મે ગુરુવાર  રોજ ફોર્મની ચકાસણી કરાશે તેમજ 30 મેના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ છે. જો મતદાન આવશ્યકતા જણાય તો 11 જુનના રોજ સવારે 8 થી સાંજે 5 કલાકે સુઘી મતદાનનો સમય રહેશે. જેણી મતગણતરી તા-13/6/2017 નો રોજ હાથ ઘરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here