વિરમગામ તાલુકા પંચાયત 15 – થોરી થાંભા ગામની ખાલી પડેલ બેઠક ની પેટાચૂંટણી યોજાઇ રહેલી છે

0
739

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM 
ગતરોજ રાજ્ય ભરમા તાલુકા પંચાયત, નગરપાલીકા સહીતની ખાલી પડેલ બેઠક ની પેટાચૂંટણી હાથ ઘેરાઇ હતી ત્યારે અમદાવાદ જિલ્લાના  વિરમગામ તાલુકા પંચાયત થોરી થાંભા ગામની ખાલી પડેલ બેઠક ની પેટાચૂંટણી ચાલી રહી છે અગાઉ ઘારસીભાઇ ઘરમશીભાઇ કો. પટેલનુ અવશાન થતાં આ બેઠક ખાલી થઇ હતી. ખાલી પડેલ 15 – થોરી થાંભામા વસવેલીયા, લીયા, લીંમડ ગામનો સમાવેશ થાય છે. આ બેઠક માટે ભાજપ પક્ષમાંથી વાઘાજીભાઇ ચેહર ભાઇ કોળી પટેલ અને  કોંગ્રેસ પક્ષમાંથી ભાઇલાલભાઇ શંકરભાઈ કોળી પટેલ ઉમેદવારી નોંધાવી હતી.
થોરી થાંભામાં 2 મતદાન મથક, લીયા ગામમાં 2 મથક તેમજ વસવેલીયા અને લિંમડ ગામોમાં 1 – 1 મતદાન મથક પર કુલ 3,361 મતદાતાઓએ મતાધિકાર નો ઉપયોગ કર્યો. સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ ગામોમાં કુલ 70.69 % મતદાન થયું હતું.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here