વિરમગામ તાલુકા સેવા સદન કચેરીમાં છેલ્લા ઘણાં દિવસોથી વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોટકાતાં વિઘાર્થીઓ – ખેડૂતો – અરજદારો પરેશાન

0
232

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં તાલુકા સેવાસદન કચેરીઓ ખાતે જીએસવાન (GS-WAN) ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોટકાતા રોજબરોજ પોતાના કામ અર્થે આવતા ખેડૂતો-અરજદારો ઘરમ ઘક્કા ખાઇ પાછા ફરવું પડે છે. વિરમગામ શહેરમાં તાલુકાના 67 ગામો સાથે જોડાયેલો અમદાવાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો વિરમગામ છે.
વિરમગામ મામલતદાર કચેરીમાં ઇ-ધરા વિભાગના તેમજ ૭/૧૨ અને ૮ (અ)ના ઉતારાની નકલ, વારસાઇ, આઘાર, સ્માર્ટ કાર્ડ, દસ્તાવેજો સહિત પ્રજાલક્ષી કાર્યો તથા અન્ય કામગીરી માટે ખેડૂતો તથા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સંદર્ભે મળતી માહિતી અનુસાર વિરમગામ તાલુકામાં આવેલાં 67 ગામડાંઓની પ્રજા દસ્તાવેજી, વારસાઇ અને ૭/૧૨ અને ૮(અ)ના ઉતારાની નકલ માટે તથા અન્ય કામકાજ માટે વિરમગામ મામલતદાર કચેરીમા છેલ્લા ઘણા દિવસથી વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોટકાતા કોમ્પ્યુટર લગતી દરેક કામગીરી ઠપ થતા આ સમસ્યા સર્જાઇ છે. ૭/૧૨ અને ૮(અ) નકલ તથા વારસાઇનું કામ થતું નથી. ખેડૂતો તથા અરજદારોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.
તેમજ હાલમા નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથેજ વિઘાર્થીઓના ક્રિમિનલ, આવક, જાતીના દાખલા કઢાવવા માટે રોજ લાંબી કતારમા ઉભા રહે છે. પરંતું વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા વિઘાર્થીઓ તેમજ અન્ય અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શું આ બાબતનો ઉકેલ આવશે ખરો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here