વિરમગામ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

0
159

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે દેશના વિવિધ શહેરોમાં ભીના અને સૂકા કચરાને અલગ-અલગ એકત્ર કરીને તેના રિસાયકલિંગ માટેનો પ્રોજેક્ટ શરૂ થયો છે. જે અંતર્ગત આજે વિરમગામ નગરપાલિકા કર્મચારીઓ તેમજ સત્તાઘીશો દ્વારા લોહાણા જ્ઞાતિની વાડી મા એક કાર્યક્રમ યોજાયો હતો. જેમા સૂકો કચરો નાંખવા માટે વાદળી અને ભીના કચરા માટે લીલી કચરાપેટીઓનું વિતરણ કર્યું. નાગરિકો આ રીતે કચરો વાદળી અને લીલી કચરાપેટીમાં જ નાંખે તે માટેના શપથ લેવડાવ્યા અને સ્વચ્છતા વિષયક રેલી સ્વરૂપે ટાવર થી ગોલવાડી દરવાજા બહાર સુઘી કચરો એકત્ર કરી એક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ વિરમગામ ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ પ્રતિમા પુષ્પાંજલિ અર્પી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કાંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ નવદિપ ડોડીયા, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, હર્ષદ ઠક્કર, શહેર ભાજપ નરેશ શાહ, નીલેશ ચૌહાણ સહિત વિરમગામ નગરપાલિકા ના કાઉન્સિલ સહિત  શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષો અને વાવવા માટે આહવાન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here