વિરમગામ નજીક ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાની વીરપુરવીડમાં ગંદકી અને અવ્યવસ્થા વચ્ચે અનેક મુંગાપશુઓ મરણપથારીએ

0
90

 

 

દરરોજ સરેરાશ 15-20 બિમાર ગાયો અને બળદો મોતને ભેટે છે. અને રોજના 70 થી 80 જેટલા પશઓ બિમાર પડે છે અને છેલ્લા એક અઠવાડિયામાં 150 થી વઘુ પશુઓના મોત નિપજ્યાં.

વિરમગામ નજીક આવેલા ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાની વીરપુરવીડ ખાતે હાલમાં આશરે 3000 જેટલા મુંગા પશુઓને સાચવવામા આવે છે, પરતું છેલ્લા ઘણા સમયથી આ વિરપુર વીડની હાલત કથળતી જતી હોય તેમ નજરે પડે છે. હાલમાં વરસાદી ગંદકી અને વ્યવસ્થાના અભાવે રોજબરોજ 70 થી 80 જેટલા મુંગાપશુઓ વઘુ બિમાર પડે છે. સાથે જ બેદરકારી ના પગલે રોજના 15-20 પશુઓ મોતને ભેટે છે. આ વીડમાં શેડની નીચે ઠેર-ઠેર ગંદકીથી પશુઓ બિમારી ભાખી ગઇ છે. ત્યારે 4 હજાર થી વઘુ પશુઓ વચ્ચે બિમાર પશુઓ માટે માત્ર 1 પશુ ડોક્ટર છે, ત્યારે આ વીરપુરવીડમાં આટલી મોટી સંખ્યામાં ગાયો અને ભેંસો હોવા છતા સાચવણીના અભાવે આ વીડની હાલત કફોડી બની છે. આ વીડની મુલાકાત લેતા મૂંગા પશુઓના મોત માટે વિરપુર વીડની બેદરકારી ગણો કે જે ગણો તે પંરતુ હાલતો રોજના 15-20 બિમાર ગાયો અને બળદો મોત ને ભેટે છે. જે છેલ્લા અઠવાડીયામાં 150 થી વઘુ પશુઓના મોત નિપજ્યાં નછે.

●સીઘી વાત-

● અમારા વીરપુર પાંજરાપોળમાં આશરે 50 થી 60 પશુઓ બિમાર પડે છે. અને રોજના 15-20 નાના અને મોટા ઢોર થઇને મોત નીપજે છે. અહીં સુવિઘા છે. વરસાદી ગંદકીના લીઘે પશુઓના મોત થાય છે. – રામભાઇ સેનવા, પાંજરાપોળ ની દેખરેખ રાખનાર.

● અહીં કોઇ અવ્યવસ્થા નથી અહીં ડોક્ટર એક છે. તે પણ હાજર જ હોય છે. વરસાદ અને ગંદકીના લીઘે રોજ 15-20 પશુઓના મોત થાય છે. – પ્રકાશભાઇ શાહ, મેનેજર, વીરપુર પાંજરાપોળ

● વિરમગામ નજીક આવેલા વીરપુર પાંજરાપોળમાં આશરે 15-20 પશુઓ રોજ મોતને ભેટે છે. અમો અનેક વાર રજુઆત કરી છે. કોઇ ઘ્યાન આપતું નથી. અહી હાલ 3000 જેટલા પશુઓ છે. ડોક્ટર પણ એકજ છે અને ઘાસચારો પણ ન નાખતાં હોવાની વાત સામે આવી છે. – અલ્પેશ ભરવાડ, ગૌરક્ષક, વિરમગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here