વિરમગામ પંથકના વિદ્યા સહાયકોની બઢતી અને ઉચ્ચતર પગારની માંગણી માટે શિક્ષકો દ્વારા ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યું

0
339

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ ભેગા મળીને વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય  ડો.તેજશ્રીબેન પટેલને વર્ષ ૧૯૯૮ થી ભરતી થયેલી વિદ્યા સહાયકોની સિનીયોરીટી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મૂળ તારીખ થી મળે તે અનુસંધાનમાં આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું .જેમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૭ – ૯૮ માં ફિક્સ પગારદારો તરીકે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવેલ તેઓને પાંચ વર્ષનો સમય ગાળો વીતવા છતાય આજ દિન સુધી સિનીયોરીટી બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણમાં લેવામાં આવ્યા નથી અને તેની સામે વર્ષ ૨૦૧૬માં થયેલ વિદ્યા સહાયકોની બઢતીવાળા તમામને સિનીયોરીટી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં લેવામાં આવ્યા છે આ અનુસંધાનમાં વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ જયેશભાઇ પટેલ, મહેશભાઈ રાઠોડ અને તમામ કારોબારી સભ્યોએ એકઠા થઇ ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલને આ આવેદનપત્રના અનુસંધાનમાં ઉપર સુધી રજૂઆત કરી વિરમગામ પંથકના શિક્ષકોને ન્યાય આપવવાની બાહેધરી આપવામાં આવે તેમ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here