વિરમગામ પંથકમાં આજે 6 ગામોમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી : તંત્રએ ચૂંટણીની તૈયારીને આપ્યો આખરી ઓપ

0
323

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે તંત્રએ ચૂંટણીની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. વિરમગામ તાલુકાના કુલ 6 ગ્રામ પંચાયત ખુડદ, મણીપુરા, થોરી થાંભા, દોલતપુરા, જેતાપર, દેવપુરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી 8 એપ્રિલ 2017 શનિવારે યોજાશે.

મણીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી.

વિરમગામ ની 6 ગ્રામ પંચાયત સહિત વિરમગામ તાલુકાનાં અન્ય પેટા ચૂંટણી માટે કુલ 17 ગામોમાં યોજાવાની હતી તેમાં 11 થી વઘુ વોર્ડની બેઠક  અનુસુચિતજનજાતી હોવાથી તેમાં કોઇ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી ન હતી ત્યારે વિરમગામ તાલુકાના વણીમાં વોર્ડનં-6, લીયામાં વોર્ડનં-6, ઘોડા- કિશોલમાં વોર્ડ નં. 8, ડેડીયાસણમાં વોર્ડ નં. 12 બિન હરીફ થતાં માત્ર ખેંગારીયા ગામે વોર્ડ નં. 7 બિનહરીફ થયો છે. જેમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે.

ત્યારે વિરમગામ તાલુકાનાં મણીપુરા ગામે સરપંચ પદ માટે 5 તેમજ વોર્ડ માટે કુલ 14 ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચ પદે 4 તેમજ વોર્ડ ના 8 ફોર્મ ઉમેદવારોએ પરત ખેંચ્યા હતા. તેથી આ બેઠક સમરસ ગ્રામ પંચાયત થવા પામી હતી. આવતી કાલે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here