વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત નળકાંઠાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર : લોકો દૂષિત પાણી પીવા મજબૂર

0
349
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
 
હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમા કાળઝાળ ગરમીએ માંઝા મુકી છે ત્યાંરે ગુજરાતના કેટલાય ગામો એવા છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે અને પાણી ભરવા માટે કાં તો ટેન્કરની રાહ જોવી પડે છે કાં તો અન્ય ગામમાંથી પાણી ભરી લાવવું પડે છે
અમદાવાદ જિલ્લામાં વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત નળકાંઠાના અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ તાલુકાના 25 જેટલા ગામોમાં હાલમાં બોરવેલ અને કુવામાંથી પાણી ખેંચીને પાણી મેળવવું પડે છે. આશરે 5  જેટલા ગામોમાં તો પાણી ખેંચવાની ગ્રામપંચાયતની મોટર બળી જતા ગ્રામજનોએ પાણી માટે રઝળપાટ કરવો પડે છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં પાણીની તંગી સર્જાઇ છે. જેના કારણે હાલમાં આ ગામોના લોકોએ ભર ઉનાળે પાણી માટે વલખા મારવાની નોબત આવી છે. વિરમગામ નજીક દેત્રોજ – ચુંવાળ પંથકના કોઇન્તીયા, કાંત્રોડી, કરીયાલા, બોસ્કા, ભીમગઢ, જોષીપુરા, ઉખરોજ, ઘટીસણા, ખુડદ, ડાભસર, આ ગામોમા પીવાનું પાણી ખૂબજ ઓછા ફ્લોથી આવતું હોય તેમજ  પીવાના પાણી માટે ગ્રામજનોને દૂર દૂર સુઘી ભટકવુ પડે છે. તેમજ કાંત્રોડી ગામમાં પીવાના પાણી માટે એક કી.મી. સુઘી ગામની બહાર બોરમા ભરવા જવું પડે છે.
વિરમગામ નજીક નળકાંઠાના સાણંદ તાલુકાના અણીયારી, ઝાંપ, ઉપરદળ, સહિત પણ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં પાણીની પળોજણ સર્જાઈ છે. 
તેમજ માંડલ તાલુકાના એંદલા, ટ્રેન્ટ, કરશનપુરા, ઓડકી, ઉધરોજ, ઉકરડી, માનપુર, વિઠલાપુર, હાંસલપુર, રીબડી, રખીયાણા, સાદરા, શેર સહિતના ગામોમાં પાણીની સમસ્યા એવી છે કે, આ વિસ્તારોમાં તેમજ માંડલમા પીવાલાયક પાણી નથી આ વિસ્તારમાં મળતા પાણીમાં 1200 થી 2000  જેટલું ટીડીએસનુ પ્રમાણ હોવાનું બહાર આવ્યું છે. જેથી પીવાનાં શુઘ્ઘ પાણી માટે ફાંફાં મારવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ઉપયુક્ત ગામોમા આ યોજનાની પાણીની લાઇનોને યોગ્ય ઢાળ ન અપાતા તેમજ પુરતું પ્રેસર ન હોવાથી પાણી પહોંચી રહ્યું નથી. તેવી ફરીયાદ પણ ઉઠી છે. 
ત્યારે રાજ્ય સરકાર ગતીશીલ ગુજરાતની વાત કરતી હોય ત્યારે સરકારના અધિકારીઓ કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારે તો ગામડાઓમાં પીવાનાં પાણી કેવી સમસ્યા સર્જાઈ છે તેમજ પાણીમાટે ક્યાં-ક્યાં ભટકવું પડે છે. તે સમજાશે!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here