વિરમગામ-માલવણ હાઇવે પર વહેલી સવારે પાટડીના પીપળીઘામ જતા પગપાળા યાત્રાળુઓ પર પુર ઝડપે આવી રહેલ કાળમુખો ટ્રક ફરી વળતા ૩ ના મોત ૧૦ ને નાની મોટી ઇજા

0
200

 

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ-દોલતપુરા પાટીયા પાસે વહેલી સવારે પાટડીના પીપળીઘામ જતા પગપાળા યાત્રાળુઓ પર પુર ઝડપે આવી રહેલ કાળમુખો ટ્રક ફરી વળ્યો, મહિન્દ્રા જીપ ને ટક્કર મારતા ઘટનાસ્થળે 3 યાત્રાળુઓ ના મોત,10 લોકો ને નાનીમોટી ઇજા.

વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ-દોલતપુરા પાટીયા પાસે વહેલી સવારે પાટડીના પીપળીઘામ જતા પગપાળા યાત્રાળુઓ પર પુર ઝડપે આવી રહેલ કાળમુખો ટ્રક ફરી વળ્યો, મહિન્દ્રા જીપ ને ટક્કર મારતા ઘટનાસ્થળે 3 યાત્રાળુઓ ના મોત,10 લોકો ને નાનીમોટી ઇજા. ઘટનાની જાણ હમીરભાઇ કરશનભાઇ ભરવાડ રહે.વટવા જી.આઇ.ડી.સી ફેસફોર મરઠુનગર નવા પાવર હાઉસ સામે વટવા અમદાવાદના કરતા વિરમગામ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહીતી અનુસાર વિરમગામ ધાગધ્રા હાઇવે રોડ વડગાસ દોલતપુરા પાટીયા વચ્ચે ટ્રક ટ્રેલર નં. GJ-12 BW-8289 ના ચાલકે પોતાની ટ્રક કન્ટેનર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીરોડ ઉપર ચાલતા જતા સંઘના માણસોના પાછળના ભાગે આવતી મહીન્દ્રા જીતો ગાડીને ટકકર મારી ગાડીમા બેઠેલ સાહેદો તથા રોડ ઉપર ચાલતા જતા યાત્રાળુઓને ટક્કર મારતા ઘટનાસ્થળે (1) કરશનભાઇ વિરમભાઇ ભરવાડ (ઉ.વ.70) તથા (2) પ્રભુભાઇ કરશનભાઇ ભરવાડ (ઉ.વ.32) તથા સેલાભાઇ નાગજીભાઇ ભરવાડ (ઉ.વ.70) નાઓના મોત નિપજ્યા હતા.અને અકસ્માત મા અન્ય 10 લોકો ને નાનીમોટી ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ શહેરની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
પોલીસે ટ્રક ટ્રેલર નં.GJ-12 BW-8289 નો ડ્રાઇવર ચાલક નામઠામ જણાવેલ નથી તેના પર ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here