
અમદાવાદ જિલ્લાના વિરમગામ રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિના 10 સભ્યોની નીમણૂંક કરવામાં આવી છે. જેમા આગામી વર્ષ 2020-21 માટે વિરમગામ રેલ્વે સ્ટેશનની રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય તરીકે નીમણૂંક કરવામા આવી છે. જેમાં વિરમગામ શહેરના ગૌરવ શાહ, પુલકિત વ્યાસ, દેવાભાઈ ઠાકોર, પીયૂષ ગજ્જર (પત્રકાર), હિરેન જોશી, રમેશચંદ્ર ઠાકર, પિનલ ગાંધી, જયંતિલાલ મંડાલી, અર્પુવ વોરા, મહેશ આખાણીની નિમણૂક કરવામાં આવી.