વિરમગામ વિધાનસભા વિસ્તારમાં 300 થી વધુ દિવ્યાંગ મતદાતાઓને આરોગ્ય કર્મચારીઓ મદદરૂપ બન્યા

0
41

 

વિરમગામ પંથકમાં કુલ 354 મતદાન મથકો પર દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા આરોગ્ય કર્મચારીઓ

ભારતમાં લોકશાહીના સૌથી મોટા મહાપર્વ ચુંટણી અંતર્ગત ગુજરાતમાં 26 લોકસભાની બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ચોટીલા, ધંધુકા, વઢવાણ સહિત કુલ ૭ વિધાનસભાનો સમાવેશ થાય છે. વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં 354 મતદાન મથકો પર આરોગ્ય કર્મચારીઓ દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા હતા. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહીતની મેડીકટ ટીમને સતત એલર્ટ રાખવામાં આવી હતી અને જરૂરી આરોગ્ય સેવાઓ પુરા પાડવામાં આવી હતી. વિવિધ મતદાન મથકો પર આરોગ્ય કર્મચારીઓ દ્વારા દિવ્યાંગ મતદાતાઓને જરૂરી સહાય કરવામાં આવી હતી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં 300 થી વધુ દિવ્યાંગ મતદાતાઓને આરોગ્ય કર્મચારીઓ મદદરૂપ બન્યા હતા. વિરમગામ વિધાનસભા વિસ્તારના તમામ ૩૫૪ મતદાન મથકો પર પ્રાથમિક સારવાર માટીની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here