વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર પિયુષ ગજ્જરને પિતૃ શોક : પિતા નાગરભાઇ મિસ્ત્રીનું નિધન

0
52

 

 

વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર પિયૂષ ગજ્જરના પિતાશ્રી નાગરભાઇ જગજીવનભાઇ મિસ્ત્રી (વડગામા) નું દેવપોઢી એકાદશી તા.૨૩/૦૭/૧૮ સોમવારના રોજ લાંબી માંદગી બાદ દુઃખદ નિધન થયુ છે. નાગરભાઇ મિસ્ત્રીની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન ઇન્દ્ર રેસીડન્સી વિરમગામ ખાતેથી કાઢવામાં આવી હતી અને ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ ખાતે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી હતી. તેઓનું બેસણું તા.૨૮/૦૭/૧૮ શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાક થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી ઇન્દ્ર રેસીડન્સી, ખોડીયાર માતાના મંદિર પાસે, વિરમગામ ખાતે રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરભાઇ જગજીવનભાઇ મિસ્ત્રીનો જન્મ તા.૧૭/૧૧/૧૯૬૩ના રોજ થયો હતો અને તા.૨૩/૦૭/૧૮ સોમવારના રોજ તેઓનો દેહ પંચ મહાભુતમાં વિલીન થયો હતો.

નાગરભાઇ મિસ્ત્રી વિરમગામના ભરવાડી દરવાજા પાસે આવેલ વિશ્વકર્મા શો મીલ સાથે જોડાયેલા હતા અને પોતાના વ્યવસાયની સાથે તેઓ ધાર્મિક સમાજીક કાર્યો સાથે પણ જોડાયેલા હતા. આપત્તિના સમયે તેઓ લોકોને મદદરૂપ બનવા માટે સદા તત્પર રહેતા હતા. તેઓના નિધનથી ગજ્જર (વડગામા) પરિવાર ઉપરાંત વેપારીઓમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here