વિરમગામ શહેરની જાણીતી આનંદ મંદિર શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

0
112

VANDANA VASUKIYA – VIRAMGAM

 

 

– વિદ્યાર્થીઓએ સારો સંદેશ મળે તેવા નાટકો, ગરબા, ગીત સહિતના કાર્યક્રમો રજુ કર્યા.

વિરમગામ શહેરની જાણીતી આનંદ મંદિર શાળા દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધોરણ ૧ થી ૫ ના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સારો સંદેશ મળે તેવા નાટકો, ગરબા, ગીત સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા. આનંદ મંદિર શાળાના વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે શાળાના સંચાલક ગોપાલભાઇ પટેલ સહિત શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ શહેરની આનંદ મંદિર શાળા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીમાં રહેલી સુશુપ્ત શક્તિઓ ખીલે અને વિદ્યાર્થીને સ્ટેજ પર જવાનો ડર દુર થાય તે હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આનંદ મંદિર શાળાના વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષાનો ભાર હળવો થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here