વિરમગામ શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણી માં ભૂગર્ભ ગટરના પાણી ભળવાની  બૂમરાડ., નગરપાલિકા દ્વારા કોઇ નક્કર પગલાં ન ભરાતાં રહિશો લાલઘૂમ !!! 

0
435
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
 પીયૂષ ગજ્જર, વિરમગામ 
 
વિરમગામ શહેરમાં ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતું હોવાની રાડ છે. પરંતુ પાલિકાનું નઘરોળ તંત્ર જાણે પેટનું પાણી ના હલતું હોય તેમ પ્રજા ના પ્રાણ પ્રશ્ર્નો નું નિરાકરણ લાવવા માટે કોઈ રસ ન હોય તેવું લાગે છે..
વિરગામ શહેરમાં આવેલા અક્ષરનગર સોસાયટી, દેવદર્શન સોસાયટી, સર્વોદય સોસાયટી, કસ્ટમની ચાલી, ગોળપીઠ અને બસ સ્ટેન્ડ વિસ્તારોમાં ઘણા સમયથી વાસવાળુ તથા ફીણવાળુ પાણી પીવાના નળમાં આવતું હોવાની વારંવાર ફરિયાદ ઉઠી છે. છતાં વિરમગામના નગરપાલિકાના અધિકારીઓ બાબતની તપાસ કરવામાં અને ફોલ્ટ શોધવામાં ઉણા ઉતર્યા છે. બાબત તેમની ક્ષમતા બહારની હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની પાઇપ લાઇનમાં પાણી સાથે દુર્ગંદયુક્ત ગંદુ કાળુ પાણી આવે છે. 
 
આમ છતાં નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે પ્રશ્ર લેવાતો નથી. રહીશોમાં આક્રોશ છે કે શું વિરમગામમાં મોટાપાયે રોગચાળો ફાટી નીકળે પછી નગરપાલિકાના અધિકારીઓ ફોલ્ટ શોધવા નીકળશે કે પાયાની સુવિધાઓ માટે વારંવાર નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન ગાંધી ચિંન્ધા માર્ગે જશે. ઉપરોકત સોસાયટીના રહીશો દ્વારા બુધવારે આવેદન પત્ર નગરપાલિકા ઓફીસે આપવામાં આવ્યું હતું અને અા બાબતે સત્વરે પગલા લેવા તેમ જણાવવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવા ન ભરાય તો રહિશો દ્વારા ગાંઘીચિઘામાર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here