PIYUSH GAJJAR VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય શહેર વિરમગામમાં ઐતિહાસિક સિઘ્ઘનાથ મહાદેવ મંદિરનો સમૈયા મહોત્સવ યોજાયો. 28 ફેબ્રુઆરી ફાગણ સુદ – 2 ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરમગામ શહેરમાં રહેતાં સમસ્ત સતવારા સમાજના ઇષ્ટદેવ સિઘ્ઘનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં સિઘ્ઘનાથ મહાદેવના સમૈયા મહોત્સવ સહિતના ઘાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહાદેવજીના અભિષેક, લઘુરૂદ્ર યજ્ઞ. ઘજારોહણ, સન્માન સમારોહ, યોગ. સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત જ્ઞાતી સભા, ડાયરો જેવા કાર્યક્રમો યોજાયા હતા. સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું વઘુમાં આ પ્રસંગે સમગ્ર ગુજરાત ભરમાંથી સમસ્ત સતવારા સમાજ ના આશરે 10,000થી વઘુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.