વિરમગામ શહેરમાં કોંગ્રેસના ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલના દવાખાના સામે NSUI દ્વારા રમણલાલ વોરા વિરૂધ્ધમાં નારા લગાવી, પૂતળાનું દહન કર્યુ

0
216

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિધાનસભામાં અઘ્યક્ષ રમણલાલ વોરાએ ડો. તેજશ્રીબેન પટેલને કોમેન્ટ કરતાં તેજશ્રીબેનને લાગી આવતાં તેઓ રડી પડ્યા હતા. રમણલાલ વોરા આ કોમેન્ટનાં વિરોધમાં વિરમગામ શહેરમાં ગુજરાત એન.એસ.યુ.આઇ. (NSUI) ના મહામંત્રી સુઘીર રાવલની આગેવાની હેઠળ કાર્યકરોએ રમણલાલ વોરા હાય હાયનાં નારા લગાવી તેમણુ પૂતળાંનું દહન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે વિધાનસભા ગૃહમાં વિરમગામના કોંગ્રેસના ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે પ્રશ્ર્નોતરી દરમિયાન અઘ્યક્ષ રમણલાલ વોરાએ તેમણે કોમેન્ટ કરતાં કહેલ કે ‘તમે બહું ઓવર સ્માર્ટ ના થાવ તો સારું’ તેથી તેજશ્રીબેન પટેલને લાગી આવ્યું અને તેઓ રડવા લાગ્યાં હતાં અને સદન છોડી બહાર નીકળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here