વિરમગામ શહેરમાં ડી.સી.એમ કોલેજની ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતી 4 વિઘાર્થીનીઓએ વેઇટ (પાવર) લિફિંગમાં ‘ગોલ્ડ મેડલ’ પ્રાપ્ત કર્યો

0
157
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
રાજ્યકક્ષાની સ્ટેટ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ માં વિરમગામ -પાટડીના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી 3 વિઘાર્થીઓએ ગોલ્ડ મેડલ અને 1 વિઘાર્થી એ સિલ્વર મેડલ મેળવ્યો.
વિરમગામ અને પાટડી તાલુકાનાં સામાન્ય પરીવારમાંથી અભ્યાસ અર્થે આવતી વિરમગામ શહેરમાં ડી.સી એમ. કોલેજ ખાતે આવતી 4 વિઘાર્થીઓએ ભણવાની સાથે સ્પોર્ટ્સ અને રમત-ગમત સાથે કોઇપણ તાલીમાર્થીની મદદ વગર પોતાની મહેનતથી આગળ વઘી રહી છે.
તાજેતરમાં યોજાયેલ રાજ્યકક્ષા સ્ટેટ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ માં અનેક  વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમા સમગ્ર ગુજરાતમાંથી માત્ર વિરમગામની કોલેજની અને સામાન્ય પરીવારમાંથી આવતી (1) કોમલ સોલંકી  (2) અદીતી પ્રજાપતી (3) મલેક ખેડુનાને ગોલ્ડ મેડલ તેમજ (4) પલક મેઢાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ જમ્મુ અને કાશ્મીર ખાતે યોજાયેલ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ માં પણ ભાગ લીધો હતો. જેમા આ વિદ્યાર્થીનીઓમાંથી 3 વિદ્યાર્થીનીઓ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે ભાગ લીઘા બાદ હાલ આંતરાષ્ટ્રીયની વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા મલેશીયા જઇ રહી છે. ત્યારે હાલ તો આ વિદ્યાર્થીનીઓ પોતાને મહેનતે આ સ્તરે પહોંચીને સમગ્ર રાજ્ય નામ રોશન કર્યું જ છે. ત્યારે સમગ્ર ભારતનું નામ રોશન કરવા માટેની તૈયારી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here