વિરમગામ શહેરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા, ભગવાન મહાવીર સ્વામીનો 2617 મો જન્મ રંગેચંગે ઊજવાયો.

0
214

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય શહેર વિરમગામમાં 2617મો મહાવીર જન્મ કલ્યાણક ઊજવાયો. અનેક દેરાસરોમાં મહાપૂજા, ભક્તિ સંગીત, આરતીનું આયોજન. આધ્યાત્મિક ઉત્સવ,વિરમગામ શહેરના રાજમાર્ગો પર રથયાત્રા, આંગી, આચાર્યોની ધર્મસભા યોજાઈ.

ચૈત્ર સુદ તેરસ રવિવાર 9 એપ્રિલના રોજ ભગવાન મહાવીરના 2617માં જન્મકલ્યાણ દિનની શહેરભરમાં ઉજવણી કરવામાં આવી હતી અને વિરમગામ શહેરના રાજમાર્ગો પર ચરમતીર્થયતિ, વર્તમાન ચોવીશીનાં ચોવીસમાં તીર્થકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રાનો વરઘોડામાં ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.  રથયાત્રાના વરઘોડામાં મોટી સંખ્યામાં સમાજના જૈન- જૈનોતરો  ઉપસ્થિત રહેશે.રથયાત્રા વિરમગામ શહેર ટાવર પાસે આવેલ જૈન દેરાસર થી ગોલવાડી દરવાજા થઇને બસસ્ટેન્ડ થઇ શહેરના રાજમાર્ગો પર ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાથેજ મ.સા. સાઘુભગવંતો તેમજ રથયાત્રા મા શહેર ના મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના લોકો જોડાયાં હતા. ઉપરાંત ધર્મસભામાં જૈનોના ચારેય ફિરકાના સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here