વિરમગામ શહેરમાં ભાજપ દ્વારા છાસ વિતરણ કરાયુ

0
89

VANDANA VASUKIYA – VIRAMGAM

 

 

વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી વિરમગામ તથા શહેર યુવા મોરચા દ્વારા ગરમીમાં લોક સેવાના કાર્ય તરીકે ઠંડી છાસનું વિત્તરણ કરવામાં આવ્યું હતુ. ગરમીના સમયે લોકોએ ઠંડી છાસ પીને ગરમીમાં રાહત મેળવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ શહેર ભાજપ સંગઠન પ્રમુખ નરેશભાઈ શાહ, યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ ડી.સી.ઠક્કર, મહામંત્રી હીરેન પટેલ, કોષાધ્યક્ષ જીગ્નેશ પીઠવા તથા જીલ્લા કારોબારી સભ્ય રવી બારોટ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here