વિરમગામ શહેરમાં ભારતીય પત્રકાર સંઘ ના હોદ્દેદારો ની બેઠક યોજાઇ: તાલુકાના હોદ્દેદારોને નીમણૂક પત્ર અપાયાં. 

0
335
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
11 ફેબ્રુઆરી શનિવારના રોજ વિરમગામ શહેરમાં APMC માર્કેટિંગ યાર્ડ ના કોન્ફરન્સ હોલ ખાતે વિરમગામ ભારતીય પત્રકાર સંઘ ની બીજી બેઠક યોજાઇ હતી. જેમા અઘ્યક્ષ સ્થાને  અમદાવાદ જિલ્લાના પ્રમુખ દિનેશભાઇ રાવલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા પત્રકારોની સુરક્ષા માટે તેમજ આ સંગઠન ને મજબુત બનાવવા ચર્ચા કરાઇ હતી. 
આ  બેઠકમા  જિલ્લા મહામંત્રી જયદિપભાઇ પાઠક, મંત્રી રણજીતભાઇ જાદવ તેમજ વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદના તાલુકા સંકલીત ભારતીય પત્રકાર સંઘના સંગઠનની કરાયેલી  રચનામા જેમા પ્રમુખ તરીકે પીયુષભાઇ એન. ગજ્જર, ઉપપ્રમુખ તરીકે નવીનભાઇ મહેતા, તેમજ વિરમગામ શહેરમાં મંત્રી રઉફભાઇ તાઇ, ગોવિંદભાઇ પનારા, માંડલમા મંત્રી તરીકે રાજુભાઇ પંચાલ, કનુભાઇ સોલંકી, સાણંદમા મંત્રી તરીકે ફઝલભાઇ પઠાણ, દેત્રોજ તાલુકામાં  મંત્રી તરીકે અલ્તાફ મન્સુરી,  મુન્નાભાઈ વોરા  સહિતના તાલુકા ની હોદ્દેદારો ને નીમણૂક પત્ર અર્પણ કરાયાં હતાં. બેઠક માટે કોન્ફરન્સ હોલ નો ઉપયોગ માટે બેઠકના અંતમાં APMC માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન લખુભા ચાવડાનું પત્રકારો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here