

PIYUSH GAJAR – VIRAMGAM
પત્રકાર સંઘની રચના કરી હોદ્દેદારોની નીમણુક કરાઇ જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદના પત્રકારો ઉપસ્થિત રહ્યા.
21 જાન્યુઆરી શનિવારના રોજ વિરમગામ શહેરમાં આરામ ગૃહ ખાતે ભારતીય પત્રકાર સંઘની મીટીંગ યોજાઇ હતી.જેમા ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશના પ્રમુખ મયુરભાઇ શેઠ, ઉપપ્રમુખ જયેશભાઇ વ્યાસ, પ્રદેશ મંત્રી પરેશભાઈ ભાવસાર, ઉપપ્રમુખ હર્ષદભાઇ રાવલ, મહેસાણા જિલ્લાના વિરમગામ શહેરમાં ભારતીય પત્રકાર સંઘ ની બેઠક યોજાઇ. ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ કમલેશભાઇ વ્યાસ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ દિનેશભાઇ રાવલ, સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદના પ્રિંન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના સ્થાનીક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત ગુજરાત પ્રદેશમાંથી આવેલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ સહીત હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના પ્રદેશ પ્રમુખ મયુરભાઇ શેઠ જણાવ્યુ હતું કે આ ભારતીય પત્રકાર સંઘ એ સમગ્ર ભારતનું પત્રકાર સંગઠન છે. જે પત્રકારોના હિત માટે કામ કરી રહ્યું છે. જેમાં ગુજરાત અને વિવિઘ જિલ્લા-તાલુકા ના વઘુને વઘુ પત્રકારો જોડાય તે માટે આહવાન કરાયું હતું.
વઘુમા બેઠકમાં પત્રકારોની સુરક્ષા માટે પણ ચર્ચા કરાઇ હતી. તેમજ આ સંગઠન ને મજબુત બનાવવા અને તેના વ્યાપ વઘારવા માટે સંઘના હિત માટે કાર્ય કરવા આહવાન કરાયું હતું, આ મિટીંગમા વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદના પત્રકાર જગત સાથે સંકળાયેલા 20 થી વઘુ પત્રકારો આ સંઘમા જોડાયા હતા. જેમા અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે દિનેશભાઇ રાવલ, મંત્રી રણજીતભાઇ જાદવની નિયુક્તિ કરવામા આવી હતી. તેમજ વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ ના સંયુક્ત ભારતીય પત્રકાર સંઘના સંગઠન ની રચના કરાઇ હતી જેમા પ્રમુખ તરીકે પીયુષભાઇ ગજ્જર, ઉપપ્રમુખ તરીકે નવીનભાઇ મહેતા તેમજ વિરમગામ શહેરમાં મહામંત્રી તરીકે જયદિપભાઇ પાઠક, મંત્રી ગોવિંદભાઇ પનારા, માંડલમા મંત્રી તરીકે કનુભાઇ સોલંકી, સાણંદમા મંત્રી તરીકે ફઝલભાઇ પઠાણ, દેત્રોજમા મંત્રી તરીકે અલ્તાફ મન્સુરી સહિતના હોદ્દેદારોની નીમણૂક કરાઇ હતી.
કાર્યક્રમના અંતમાં વિરમગામના પત્રકારો દ્વારા ગુજરાત રાજ્યના ભારતીય પત્રકાર સંઘના પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારોને વિરમગામ શહેરના ગૌરવ સમા ઐતિહાસિક મુનસર તળાવની તસ્વીર ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
