વિરમગામ શહેરમાં રાજ્યના 57 માં સ્થાપના દિવસ નિમિત્તે વિવિઘ વિકાસના કાર્યોનુ લોકાર્પણ સહિત હેરિટેજ દિવસની ઉજવણી કરાઇ

0
232

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

●  કુલ રૂ.6.90 કરોડ ના વિકાસ ના કાર્યો નુ ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરાયું.

વિરમગામ શહેરમાં ગુજરાત રાજ્યના 57 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવ પાસે વિરમગામ તાલુકાના તેમજ નગરપાલિકાના વિવિઘ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના મંત્રી કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વલ્લભભાઇ વઘાસીયા તેમજ સંસદીય સચિવ, શ્રમ અને રોજગારના પૂનમભાઇ મકવાણા તેમજ પૂર્વ ઘારાસભ્ય વજુભાઈ ડોડીયા, નગરપાલિકાના પ્રમુખ કાંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ નવદિપ ડોડીયા તેમજ શહેર અને તાલુકાનાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ શહેરમાં યોજાયેલાં રાજ્યના 57 માં સ્થાપના દિવસ તેમજ હેરિટેજ દિવસની ઉજવણી ભાગરુપે વિરમગામ શહેરમાં નગરપાલિકા વિસ્તારના વિવિઘ રસ્તાઓ, પાણીના બોર, સમ્બ, આર.સી.સી રોડ સહિત પાણીની પાઇપલાઇન સહિત ના કુલ 2.76 કરોડ સહિત તાલુકાનાં સહિત કુલ રૂ.6.90 કરોડ ના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. સવારથી જ ઐતિહાસિક મુનસર તળાવની પાસે વિવિઘ ઐતિહાસિક વારસાની તસ્વીરોનુ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here