

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં મુખ્ય મથક વિરમગામ શહેરના અલીગઢ વિસ્તારમાં રહેતાં સામાન્ય પરીવારની 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ફસાવી તારીખ 29 માર્ચ 2014 માં તેની સાથે દૂષ્કર્મ કર્યો હતો આ કેસમાં આજ રોજ વિરમગામ સેસન્સ કોર્ટેના જજ એન. એસ. પ્રજાપતિએ આરોપી દશરથ રણછોડ ઠાકોરનો ગુન્હો લાગતા આરોપીને 7 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી, ઉપરાંત 10 હજારનો દંડ ફટકાર્યો જો દંડ ન ભરે તો 6 મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
