વિરમગામ શહેરમાં સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાયુ

0
69


નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનુ ભવ્ય આયોજન

સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માએ કરેલા નિર્માણ ને બેજોડ માનવામાં આવે છે અને વિવિઘ ઓજારોના નિર્માતા પણ ભગવાન શ્રી વિશ્વકર્માને માનવામાં આવે છે. શિલ્પ અને વાસ્તુશાસ્ત્ર તેમજ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા  દેવતા વિશ્વકર્માને માનવામાં આવે છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા શહેર ના કસ્ટમની ચાલી, ગોળપીઠા પાસે છેલ્લા 15 મહિનાથી સૃષ્ટિ ના સર્જનહાર શ્રી વિશ્વકર્મા ભગવાન ભવ્ય મંદિરનુ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આગામી તા.૦૩/૧૨/૨૦૧૯ થી તા.૦૮/૧૨/૨૦૧૯ સુધી વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને શ્રી વિશ્વકર્મા ભગવાનની દિવ્ય મૂર્તિ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આગામી તા. ૩ થી ૮ ડિસેમ્બર સુધી પોથીયાત્રા, મૂર્તિનગર યાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મુખ્ય આચાર્ય શ્રી વિશ્વકર્મા કથાના પ્રવક્તા પુજ્ય શ્રદ્ધેય શ્રી જયંતિભાઇ શાસ્ત્રીજી દ્વારા યોજાનાર છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા સમગ્ર ગુજરાતભરમાંથી શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ લોકો સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે. હાલ મંદિરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાને લઇને તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી મંદિરના ભવ્ય નિર્માણ કાર્યો માં વિરમગામ સહિત સમગ્ર ગુજરાતમાથી ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા આર્થીક સહયોગ મળ્યો છે. આ સમગ્ર શ્રી વિશ્વકર્મા ધામ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસીકભાઇ જાદવાણી, ઉપપ્રમુખ અરવિંદભાઇ મિસ્ત્રી, જીતેન્દ્રભાઇ ગજ્જર, સંજયભાઈ ગજ્જર, પ્રવિણભાઇ વડગામા, પ્રાણજીવનભાઇ ગજ્જર સહિત યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here