વિરમગામ શહેરમાં  સેવાભાવી યુવાનો દ્વારા વિનામૂલ્યે ગરીબ-નિરાધાર લોકોને ગરમ કપડાં,  ઘાબડા નું વિતરણ કરાયું

0
263

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR VIRAMGAM

આજના યુગમાં જીંદગી ના છેડા ભેગાં કરવાની તેમજ એકબીજા ની આગળ નીકળી જવાની હોડ મા કોઇનેકોઇનીય ના પડી હોય. ત્યારે  વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિઘાર્થી પરીષદ વિઘાર્થી ઓ
તેમજ સેવાભાવી લોકો દ્વારા સેવાનો એક અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે.
વિરમગામ શહેરમાં સેવાભાવી લોકો દ્વારા શિયાળા ની રૂતુની શરૂઆત થી છેલ્લા 7 વર્ષોથી શહેરના રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ, સહીત ખુલ્લા મા સુતેલા નિરાધાર, ગરીબ, શ્રમજીવીઓ તેમજ જરૂરીયાતમંદો ને ઘાબડા , સ્વેટર , ગરમ કપડાં નુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
વિરમગામ શહેરમાં રાત્રી દરમિયાન રેલવે સ્ટેશન, તેમજ ખુલ્લી જગ્યાએ જઈને  કડકડતી ઠંડીમાં સુતેલા નિરાઘાર-ગરીબો તેમજ જરૂરીયાતોને સેવાભાવી યુવાનો દ્વારા ઘાબડા- ગરમ કપડાં નું વિતરણ કરાય છે.અત્યાર સુધીમાં 100 થી વઘુ લોકોને ઘાબડા- સ્વેટર-ગરમ કપડાં નું વિતરણ કરાયાં છે આ  વિનામૂલ્યે અને નિશ્ર્વાર્થ ભાવની સેવા માં શહેરના તેજસભાઇ વજાણી,ગોપાલ ભરવાડ,મેહુલ દેસાઈ, સુનીલ ચૌહાણ, દીપક દલવાડી, કીરણ સોલંકી, કલુભાઇ સહીત ના સેવાભાવી લોકો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે. વિરમગામ ની નિશ્ર્વાર્થ ભાવની સેવાને લોકોના લાખો સલામ……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here