વિરમગામ શહેરમાં  સેવાભાવી યુવાનો દ્વારા વિનામૂલ્યે ગરીબ-નિરાધાર લોકોને ગરમ કપડાં, ઘાબડા નું વિતરણ કરાયું

0
346
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR  VIRAMGAM 

આજના યુગમાં જીંદગી ના છેડા ભેગાં કરવાની તેમજ એકબીજા ની આગળ નીકળી જવાની હોડમા કોઇને કોઇનીએ ના પડી હોય ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના વિદ્યાર્થીઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સેવાનો એક અનોખો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. વિરમગામ શહેરમાં સેવાભાવી લોકો દ્વારા પાછલા 7 વર્ષોથી શિયાળા ઋતુની શરૂઆત થાય ત્યારથી જ શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, સહીત ખુલ્લામાં સુતેલા નિરાધાર, ગરીબ, શ્રમજીવીઓ તેમજ જરૂરીયાતમંદોને ઘાબડા, સ્વેટર, ગરમ કપડાંનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

વિરમગામ શહેરમાં રાત્રી દરમિયાન રેલ્વે સ્ટેશન, તેમજ ખુલ્લી જગ્યાએ જઈને કડકડતી ઠંડીમાં સુતેલા નિરાઘાર – ગરીબો તેમજ જરૂરીયાતોને સેવાભાવી યુવાનો દ્વારા ઘાબડા – ગરમ કપડાં નું વિતરણ કરાય છે. અત્યાર સુધીમાં 100 થી વઘુ લોકોને ઘાબડા – સ્વેટર – ગરમ કપડાં નું વિતરણ કરાયાં છે આ વિનામૂલ્યે અને નિસ્વાર્થ ભાવની સેવામાં શહેરના તેજસભાઇ વજાણી, ગોપાલ ભરવાડ, મેહુલ દેસાઈ, સુનીલ ચૌહાણ, દીપક દલવાડી, કીરણ સોલંકી, કલુભાઇ સહીત ના સેવાભાવી લોકો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે. navi 2images(2)
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here