વિરમગામ શહેરમા પાનચકલા વિસ્તારમાં ઉભરાતી ભુગર્ભ ગટરોના દુષીત પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા આજરોજ તંત્ર સામે 100 થી વઘુ વેપારીઓનુ બંઘ પાળી, સેવાસદન ખાતે ઉપવાસ આંદોલન

0
236
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમા છેલ્લા ઘણા સમય થી શહેરના ભરવાડી દરવાજા, પાન ચકલા જુનીમીલ ની ચાલી સહીત અનેક વિસ્તારોમા ભુગર્ભ ગટરો ના પાણી જાહેર માર્ગો પર ફરી વળતા આ બાબતે અનેક વાર વેપારીઓ દ્વારા વિરમગામ નગર પાલીકાને અવાર નવાર લેખીત-મૌખીક રજુઆત કરવા છતા કોઇ નક્કર પગલા ન ભરાતા ઠેરઠેર અસહ્ય ગંદકી જોવા મળે છે.  આથી કંટાળી ને આજ રોજ વિરમગામ પાનચકલા વેપારી એસોશિએશનના
100 થી વઘુ વેપારીઓએ પોતાના ઘંઘા રોજગાર બંઘ પાળી વિરમગામ નગરપાલિકા નઘરોળ તંત્ર સામે સેવાસદન કચેરી ખાતે 100 જેટલા વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાલ પર ઉતર્યા છે. અને વિરમગામ નગરપાલિકા તંત્ર સામે બંઘ પાડી વિરોધ દર્શાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here