વિરમગામ શહેર – પંથકમાં ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

0
409

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

મહા સુદ તેરસને સમગ્ર દેશમાં ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે  વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત જિલ્લાભરમાં ગજ્જર સુથાર, લુહાર સુથાર, શિલ્પી, સમાજના ઇષ્ટદેવ સૃષ્ટિના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિરમગામ શહેરમાં ભગવાન વિશ્વકર્મા ગજ્જર સુથાર સમસ્ત મંડળ દ્વારા શહેરના ગાયત્રી મંદિરના પટાંગણમા ભગવાન વિશ્વકર્માનું પુજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગજ્જર સુથાર સમાજ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના લુહાર પંચાલ સમાજ  દ્વારા લુહાર કોડ વિસ્તારથી શહેરના રાજમાર્ગો પર ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સમગ્ર ભારતમાં આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની ઉજવણી : ગજ્જર સુથાર, લુહાર સુથાર, શિલ્પી સમાજના ઇષ્ટદેવ સૃષ્ટિના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ ની  શુભેચ્છાઓ

ભગવાન વિશ્વકર્માના મહાત્મ્ય ની વાત કરીએ તો ભગવાન વિશ્વકર્માએ પોતાના પાંચ પુત્રો મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞને પૃથ્વી પર મોકલી સર્જનકાર્ય કરવા આદેશ આપ્યો હતો, ભગવાન કૃષ્ણની ઇચ્છા પ્રમાણે વિશ્વકર્માએ સમુદ્રની મધ્યમાં દ્ધારકા નગરીનું નિર્માણ કર્યું હતું મહા સુદ તેરસને સમગ્ર દેશમાં ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિશ્વકર્માના વંશજો જેમને માનવામાં આવે છે તેવા મનુ (લુહાર), મય (સુથાર), ત્વષ્ટા (કંસારા), શિલ્પી અને દેવજ્ઞ (સોની) સમાજના લોકો પોતાના પૂર્વજ એવા ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના કરી કૃતજ્ઞ બને છે. ભગવાન વિશ્વકર્માને શાસ્ત્રોમાં સર્જનના દેવ તરીકે વર્ણવામાં આવ્યા છે.ગજ્જર સુથાર, લુહાર સુથાર, શિલ્પી, સમાજના દ્વારા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here