વિરમગામ શહેર-પંથક મા ગરમી નો પારો 42.5 ડીગ્રી પહોંચ્યો, આગ ઝરતી ગરમી થી લોકો ત્રાહિમામ…..

0
294
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
ઉનાળાની ગરમીથી માનવ શરીર ઉપર થતી વિપરીત અસરોથી બચવા માટે આટલુ કરો? 
-ગરમીના કારણે માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના સરકારી દવાખાનો સંપર્ક કરવો.
 
ઉનાળાની ઋતુમાં વિરમગામ શહેર સહિત તાલુકામાં બપોરે ગરમીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યુ છે અને લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વિરમગામ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. ગરમીના કારણે શરીર ઉપર થતી વિપરીત અસરોથી બચવા માટે શક્ય તેટલુ વધુ પાણી પીવુ જોઇએ અને બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનીકર્તા છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવાના કેસો નોધાઇ શકે છે. જેમાં સમયસર સારવાર લેવામાં  ન આવે તો તે જવલેણ સાબીત થઇ શકે છે. લૂ લાગવાના કેસોમાં સામાન્યરીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતુ નથી. જે વ્યક્તીના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે જેવી કે શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હ્યદયના ધબકારા વધી જવા. ગરમીના સમયે પણ બપોરે મજુરી કરતા લોકોને લૂ લાગવાની શક્યતાઓ વધુ રહેલી છે. લુ લાગવાથી બચવા માટે શક્ય હોય તો બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ.
વિરમગામ તાલુકા આઇ.ઇ.સી. ઓફિસર એસ.એલ.ભગોરાએ લૂ લાગવાથી બચવાના ઉપાયો અંગે જણાવ્યુ કે, ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ અને સુતરાઉ કપડા પહેરવા જોઇએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વડીલો, અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવુ નહિ. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવુ જોઇએ. શક્ય હોય તો લીંબુનું સરબત બનાવીને પીવું જોઇએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ અને જરૂર જણાય તો અવાર નવાર ભીના કપડાથી શરીર લુછવુ જોઇએ. ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યા સુધી ભુખ્યા ન રહેવુ જોઇએ. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના સરકારી દવાખાનો સંપર્ક કરવો જોઇએ તથા ડોક્ટરની સલાહ-સારવાર લેવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here