વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી. શહેર માં ઠેરઠેર RSS દ્વારા ભારત માતા નું પુજન કરવામાં આવ્યું

0
269
piyush-gajjar-viramgamlogo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM
 
૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ ૬૮ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધ્વજવંદન લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિરમગામ નળકાંઠાના કાયલા ગામની પ્રાથમિક શાળામા વિરમગામ મદદનીશ કલેક્ટર પ્રશસ્તિ પારીકએ ઘ્વજવંદન કર્યું હતું. તેમજ શહેરના વિવિધ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, તાલુકા સેવાસદન, નગરપાલિકા, શૈક્ષણિક સંસ્થાઓ, ઠક્કરબાપા છાત્રાલય તથા વિવિધ શાળાઓમાં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શહેર વિવિધ માર્ગ પર ત્રિપદા ગુરૂકુલમના વિઘાર્થી દ્વારા ભવ્ય રેલી યોજાઇ તેમજ શહેરનુ રાષ્ટ્રગીત ગાન દ્વારા વાતાવરણ દેશભકિતમય બની ગયું હતું. બીજી બાજુ શહેરમા 4 થી વઘુ જગ્યાઓ પર RSS કાર્યકરો દ્વારા ભારત માતાનું પુજન કરવામાં આવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here