વિરમગામ શહેર સહિત સમગ્ર પંથકમાં બંઘારણના ઘડવૈયા ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

0
86

VANDANA VASUKIYA – VIRAMGAM

 

– વિરમગામ શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય રેલી યોજાઇ,ઠેર-ઠેર સ્વાગત કાર્યક્રમ યોજાયા.

ભારત દેશના બંઘારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 127 મી જન્મજયંતિ નિમિતે સમગ્ર ભારતમા ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વિરમગામ શહેર સહિત પંથકના માંડલ, દેત્રોજ સહિત સમગ્ર જિલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેરમાં નીલકી બ્રિજ થઇ શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય રેલી યોજવામાં આવી હતી જ્યાં અનેક જગ્યાઓએ રેલીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે ભવ્ય રેલી બાદ નીલકી રેલવે ઓવરબ્રીજ નીચે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દલિત આગેવાન કીરીટ રાઠોડ, દિપક વાઘેલા, ગીરીશ રાઠોડ સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકર યુવક મંડળ વિરમગામ દ્વારા ભરવાડી દરવાજા પાસે ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને ફુલહાર તથા પુજનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નટુભાઈ પરમાર સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here