વિરમગામ સાણંદ તાલુકાની આશા બહેનોનુ સંયુક્ત વિરાટ આશા સંમેલન યોજાયુ

0
188

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

વિરમગામ સાણંદ તાલુકાની આશા બહેનોનુ સંયુક્ત વિરાટ આશા સંમેલન યોજાયુ- આશા સંમેલનમાં નિષ્ણાંત તબીબો દ્વારા આશા બહેનોને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા સાણંદના સંયુક્ત ઉપક્રમે વાસણા ગામ ખાતે વિરાટ આશા સંમેલન યોજાયુ હતુ. આશા સંમેલનમાં નિષ્ણાંત તબીબો દ્વારા આશા બહેનોને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વાંસણા ગામના આગેવાન સરદારસિંહ વાઘેલા, સરપંચ મહિપાલસિંહ વાઘેલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.ધનશ્રી ઝવેરી, ડો.સંગીતા પટણી, ડો.બી.એસ.નિનામાં, ડો.કૌશિક વિઠલાપરા, ડો.દક્ષેશ સોલંકી, એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થીત રહ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, આશાએ સમુદાયે પસંદ કરેલી એક એવી મહિલા છે જેને તેના ગામમાં રહીને જ સમુદાયને આરોગ્ય સંભાળ પ્રાપ્ત કરવા અને સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવવા અને તેમ કરીને સમુદાયના આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાની કામગીરી કરવા માટે તાલીમ અને સહાય પુરી પાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧ હજારની વસ્તી દીઠ ૧ આશા હોય છે. આશા ફેસિલીટેટરને આશાના શિક્ષક, માર્ગદર્શક અને સલાહકાર તરીકેની અપેક્ષા સેવવામાં આવે છે. આશા ફેસિલીટેટર આશાને સહકાર આપે, દેખરેખ રાખે, તેની ક્ષમતાનો વિકાસ કરે અને તેમને સોપવામાં આવેલ વિસ્તારમાં આશા બહેનોની પ્રગતીનું નિયંત્રણ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ગામના તમામ લોકોને સારૂ આરોગ્ય પ્રાપ્ત થાય અને તેમને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આશા ને સોંપવામાં આવેલ કામગીરી ખુબ જ અગત્યની છે. આરોગ્ય વિષયક કાર્યક્રમોના સફળ અમલીકરણમાં આશાનો ફાળો ખુબ જ મહત્વનો છે. આશા બહેનો દ્વારા સરકાર દ્વારા પુરા પાડવામાં આવતા ઓઆરએસ, લોહતત્વ ફોલીક એસીડની ગોળીઓ, ડિસ્પોઝીબલ પ્રસુતી કીટ, ગર્ભનિરોધક ગોળીઓ વગેરે પોતાની પાસે રાખીને ગામના લોકોને આપવાનું કામ કરે છે. આ ઉપરાંત આરોગ્ય, પોષણ, વ્યક્તિગત તથા જાહેર સ્વચ્છતા, આરોગ્યપ્રદ આદતો જેવી આરોગ્ય પર અસરો કરતી બાબતો અંગે આશા દ્વારા લોકોને જાણકારી પુરી પાડવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here