વિરમગામ – સાણંદ સહિત નળકાંઠાના 35 થી વઘુ ગામોને સિંચાઈ માટે પાણી ન મળતાં સાણંદના ઉપરદલ થી ગાંઘીનગર સુઘી ખેડુત સિંચાઈ માટે અઘિકાર રેલીની તંત્ર દ્વારા મંજૂરી નહીં

0
470

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગયા વર્ષે અપૂરતા વરસાદથી હજારો હેક્ટરનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે બીજી બાજુ નર્મદા કેનાલની સબ કેનાલમાથી સિંચાઈનું પાણી ન મળતા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંરે બીજી બાજુ ખેડૂતો દ્વારા સ્થાનીક તંત્રને અવાર નવાર લેખીત મૌખિકમા રજુઆત કરવા આવી હોવા છતાં કોઇ નક્કર પગલાં ભરાતાં નથી ઉપરાંત નિષ્ફળ પાકનો વિમો મેળવવા તેમજ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં 35 થી વધુ ગામો કાજીપુરા, નાની થોરી, મોટી થોરી, થુલેટા, મોટી કિશોલ, શાહપુર, વેકરીયા, ઉપરદલ, ઝાંપ, અણીયારી, કેશવપુરા, ઝેઝરા, કાયલા, વસવેલીયા, મેણી, ઘરજી, કુમારખાણ સહિત 35 થી વઘુ ગામોને સિંચાઈના પાણી આપવાની ઉગ્ર માંગણી સાથે આજ રોજ વિરમગામ, સાણંદ તાલુકાનાં 500 જેટલાં ખેડૂતોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે 40 જેટલાં ખેડૂતોની કરી અટકાયત કરી હતી, ખેડુતોએ ટ્રેક્ટરો સાથે ઉપરદલ થી સાણંદ થઈ ગાંઘીનગર સુઘી રેલીનું આયોજન કરેલ હતું તેમાં ઉપરદલ થી સાણંદ તરફ આગળ વધી રહ્યાં હતાં. તે અરસામાં પોલીસ અને ખેડુતો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે આ રેલીનું કવરેજ કરવા આવેલા મીડિયા કર્મચારીઓ અને ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાના કર્મચારીઓ પર હુમલા કર્યો હતો આ હુમલામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાના કર્મચારીઓના કેમેરા તોડી પડાયા અને ટીયરગેસ ના સેલ પણ છોડ્યા હતા. ત્યારે આ હુમલામાં પ્રિન્ટ મિડિયાના એક કર્મચારી ઘાયલ થતાં આ કર્મચારીને સારવાર માટે સાણંદની હોસ્પિટલ ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here