વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા

0
30
– વિરમગામ તાલુકાની કોવિડ – 19ની વર્તમાન પરીસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી.
કોવિડ-19ની મહામારીને ધ્યાને લઇ સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામની બુધવારે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. સાંસદ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગો અને કોવિડ-19 આઇશોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. સાંસદ ડો મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા વિરમગામ તાલુકાની કોવીડ-19 ની પરીસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન નવદિપભાઇ ડોડીયા, કિરીટસિંહ ગોહીલ, બળવંતભાઈ ઠાકોર, તાલુકા હેલ્થ ઓફિસર વિરલ વાઘેલા, ડો.નિમેષ પટેલ, ડો.પ્રણવ મોદી, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, આરોગ્ય કર્મચારીઓ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ડો મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા કોવિડ -19ની પરીસ્થિતિમા કોઈ પણ પ્રકારની જરૂરીયાત હોય તો તાત્કાલિક ધ્યાન દોરવા જણાવાયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here