વિરમગામ ૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. અને પાયલોટે ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું : ઘાયલ વ્યક્તિને ₹.૧૦,૦૦૦/- સહિત મહત્વના ડોક્યુમેન્ટ કર્યા પરત

0
54

કેટલાક લોકો દ્વારા પૈસા પાછળ આંધળી દોડ મૂકી રહ્યા છે, અને વધુ પૈસા કમાવવા માટે ઇમાનદારીને બાજુ પર મુકવામાં આવી રહી છે ત્યારે વિરમગામ ૧૦૮ની ટીમ દ્વારા ઇમાનદારીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યુ છે. વિરમગામ ૧૦૮ની એમ્બ્યુલન્સ અમદાવાદ ખાતે કેસ મુકીને પરત વિરમગામ આવી રહી હતી ત્યારે અચાનક જ કર્મચારીઓની નજર નેશનલ હાઇવે પર વિરોચન નગર પાસે બાઇક સાથે પડેલા ઘાયલ વ્યક્તિ પર પડેલ. કોલ ન આવ્યો હોવા છતાં માનવતા દાખવીને વિરમગામ ૧૦૮ની ટીમ દ્વારા ઘાયલ રબ્બાનીખાન દિલાવરખાન પઠાણને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે લાવીને સારવાર કરાવવામાં આવી હતી અને વિરમગામ ૧૦૮ના ઇ.એમ.ટી હરેશભાઇ રમણ તથા જામનગરના વતની પાયલોટ ઉપેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઘાયલ વ્યક્તિને ₹.૧૦,૦૦૦/- સહિતના જરૂરી મહત્વના ડોક્યુમેન્ટ પરત કર્યા હતા. વિરમગામ ૧૦૮ના કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપુર્વક ફરજ બજાવવા ઉપરાંત ઇમાનદારીથી મૂળ માલિકને પૈસા પરત કર્યા હતા. વિરમગામ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓને અનેક લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here