વિરમગામ APMCના નૂતન કાર્યાલયનું ઉદઘાટન 

0
303
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR VIRAMGAM
viramgam-apmc-karyalay-1
વિરમગામ એપીએમસી ખાતે અદ્યતન સુવિધાયુકત નૂતન કાર્યાલય તથા ખેડુત આરામગૃહનું ગુરુવારે સવારે 10.30 કલાકે બજાર સમિતિના ચેરમેન પ્રેમજીભાઇ એસ. વડલાણીના વરદહસ્તે ઉદઘાટન કરાયો હતો. વિરમગામ એપીએમસી ભૂતકાળમાં મરણ પથારીએ હતી, પરંતુ પ્રવતમાન કમિટીએ ઝડપી નિર્ણયો લઇ વિરમગામ એપીએમસીમાં પ્રાણ ફૂંકી આજે વેપારીઓ અને ખેડુતોથી ધમધમતી કરી છે. જેનું શ્રેય વા. ચેરમેન લક્ષ્મણભાઇ આર. ચાવડા તથા બોર્ડ ઓફ ડીરેકટરોને આભારી છે.આ પ્રસંગે વજુભાઇ ડોડીયા (માજી ધારાસભ્ય), પ્રાગજીભાઇ પટેલ (માજી ધારાસભ્ય), પટેલ જયંતીભાઇ, મહાદેવભાઇ (ચેરમેન એપીએમસી માંડલ), રમેશભાઇ (વા.ચેરમેન બાવળા), સુરેશભાઇ જે. પટેલ (માજી જિ.પં. પ્રમુખ), કાંતીભાઇ પટેલ નવદિપ ડોડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here